19 May, 2025 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર
અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની ગણતરી નવી પેઢીના આશાસ્પદ ઍક્ટર્સમાં થાય છે. તેમણે સમજદારીપૂર્વક પ્રોજેક્ટ્સની પસંદગી કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. હવે આ બન્ને યુવા કલાકારોને ફૉર્બ્સ 30 અન્ડર 30 એશિયા લિસ્ટમાં સ્થાન મળ્યું છે જે તેમની સિદ્ધિઓનો પુરાવો છે.
અનન્યા પાંડેની સિદ્ધિઓ
અનન્યા પાંડેએ ૨૦૧૯માં રોમૅન્ટિક કૉમેડી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં અભિનયની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ૧૧ ફિલ્મોમાં જોવા મળી, જેમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી હિન્દી થ્રિલર ‘CTRL’નો સમાવેશ છે. એપ્રિલમાં અનન્યાને શનૅલ બ્રૅન્ડની પ્રથમ ભારતીય બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદ કરવામાં આવી. ચંકી પાંડેની દીકરી અનન્યા ઇન્સ્ટાગ્રામ પર ૨૬ મિલ્યન ફૉલોઅર્સ ધરાવે છે.
ઈશાન ખટ્ટરે બૉલીવુડ અને હૉલીવુડ બન્નેમાં નોંધપાત્ર કામ કર્યું છે. ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’માં ઍક્ટિંગ બદલ ઈશાનને ૨૦૧૯માં ફિલ્મ ફેર અવૉર્ડ્સનો બેસ્ટ મેલ ડેબ્યુ અને ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ફિલ્મ ઍકૅડેમીનો બેસ્ટ મેલ ડેબ્યુ અવૉર્ડ મળ્યો હતો. ઈશાને ગયા વર્ષે સુપરસ્ટાર નિકોલ કિડમૅન સાથે ‘ધ પર્ફેક્ટ કપલ’માં કામ કર્યું છે.