21 June, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે આજકાલ કાર્તિક આર્યન સાથે ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે
અનન્યા પાંડે આજકાલ કાર્તિક આર્યન સાથે ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસ પહેલાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો શૅર કર્યા હતા જેને જોયા બાદ કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા હતા કે તેણે લિપ-સર્જરી અથવા લિપ-ફિલર્સ કરાવ્યા છે. હવે અનન્યા એક વાર ફરીથી પોતાના લુકને લઈને ચર્ચામાં છે. સેટ પરથી કેટલાક ફોટો લીક થયા છે જેમાં કાર્તિક અને અનન્યા ટૅન્ડ લુકમાં જોવા મળી રહ્યાં છે. તેમનો લુક ટ્રોલ થઈ રહ્યો છે.
‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ફિલ્મના શૂટિંગ માટે અનન્યા અને કાર્તિક છેલ્લા કેટલાક સમયથી ક્રોએશિયામાં છે. વાઇરલ ફોટોમાં કાર્તિક એક ખાસ હેરસ્ટાઇલમાં જોવા મળે છે, જ્યારે અનન્યાએ ગોલ્ડન હાઇલાઇટ્સવાળો લુક અપનાવ્યો છે. જોકે આ તસવીરો જોઈને કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે કાર્તિકની હેરસ્ટાઇલ જેઠાલાલની યાદ અપાવે છે તો કેટલાક અનન્યા પર દીપિકાનો લુક કૉપી કરવાનો આરોપ મૂકીને તેને દીપિકાની સસ્તી કૉપી ગણાવી રહ્યા છે.