31 October, 2025 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડેએ બે-બે કેક કટ કરીને ફોટોગ્રાફર્સ-ફૅન્સ સાથે ઊજવી સત્યાવીસમી વર્ષગાંઠ
ગઈ કાલે અનન્યા પાંડેની ૨૭મી વર્ષગાંઠ હતી અને તેણે પરિવારની સાથોસાથ આ દિવસની ઉજવણી ફોટોગ્રાફર્સ અને ફૅન્સ સાથે પણ કરી હતી. આ સેલિબ્રેશન કરતી વખતે અનન્યાએ આકર્ષક ટૉપ પહેર્યું હતું અને ફોટોગ્રાફર્સની લાગણીને માન આપીને બે-બે કેટ કટ કરીને તેમને માટે પોઝ પણ આપ્યા હતા. એ સિવાય અનન્યાએ પોતાના પરિવાર સાથે જન્મદિનનું જબરદસ્ત સેલિબ્રેશન કર્યું હતું અને એની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે.