03 November, 2025 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યાએ મહારાણી ગાયત્રીદેવીના લુકમાં ખાસ ફોટોશૂટ કરાવ્યું
હાલમાં અનન્યા પાંડેએ એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે જે તેણે જયપુરનાં દિવંગત મહારાણી ગાયત્રીદેવીને સમર્પિત કર્યું છે. આ ફોટોશૂટમાં અનન્યાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી સફેદ સાડી પહેરીને મહારાણી ગાયત્રીદેવી જેવો લુક અપનાવ્યો હતો. તેની હેરસ્ટાઇલ પણ ક્લાસિક હતી. ‘વૉગ’ મૅગેઝિને મહારાણી ગાયત્રીદેવીનો સમાવેશ દુનિયાની ૧૦ સૌથી સુંદર મહિલાઓની યાદીમાં કર્યો હતો અને તેમનું જીવન પરંપરા, આધુનિકતા અને બહાદુરીનું અનોખું મિશ્રણ હતું.