વિમ્બલ્ડનનો અનન્યા પાંડેનો રેડ હૉટ લુક છે ૨,૧૫,૧૦૦ રૂપિયાનો

12 July, 2026 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનન્યાએ આ ચૅમ્પિયનશિપની મૅચની મજા ક્રિકેટર શુભમન ગિલની કંપનીમાં માણી હતી

અનન્યા પાંડે

અનન્યા પાંડે ફરી એક વાર પોતાની ફૅશન-સેન્સને કારણે ચર્ચામાં છે. હાલમાં અનન્યાએ લંડનમાં યોજાઈ રહેલી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની મેન્સ સિંગલ્સ સેમી-ફાઇનલ દરમ્યાન પોતાના સ્ટાઇલિશ લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે વિમ્બલ્ડનમાં દર્શકો સફેદ રંગના ડ્રેસમાં જોવા મળે છે, પણ અનન્યાએ આ પરંપરાથી અલગ અમેરિકન ડિઝાઇનર બ્રૅન્ડ રાલ્ફ લૉરેનનો લાલ રંગનો ડ્રેસ પસંદ કર્યો હતો. બ્રૅન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર અનન્યાના આ ડ્રેસની કિંમત અંદાજે ૨,૧૫,૧૦૦ રૂપિયા છે. આ આઉટફિટ સાથે અનન્યાએ મિનિમલ લુક તેમ જ નૅચરલ મેકઅપ પસંદ કર્યો હતો. અનન્યાએ આ ચૅમ્પિયનશિપની મૅચની મજા ક્રિકેટર શુભમન ગિલની કંપનીમાં માણી હતી અને આ જોડીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

bollywood buzz bollywood news bollywood entertainment news Ananya Panday fashion