02 September, 2025 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સૈયારા’નાં સ્ટાર્સ અનીત પડ્ડા અને અહાન પાંડે
‘સૈયારા’નાં સ્ટાર્સ અનીત પડ્ડા અને અહાન પાંડેની કેમિસ્ટ્રી લોકોને બહુ પસંદ પડી હતી. હાલમાં આ જોડી તેમના લેટેસ્ટ ફોટોશૂટને કારણે લાઇમલાઇટમાં આવી છે અને આ ફોટોશૂટની તસવીરો વાઇરલ બની છે. અનીત અને અહાન આ ફોટોશૂટમાં અલગ જ લુક અને મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે. હાલમાં એકાદ ઇન્ટરવ્યુમાં અહાને પોતાની ઇમેજ વિશે કહ્યું હતું કે ‘હું સોશ્યલ મીડિયા પર જેવો દેખાઉં છું, વાસ્તવિક જીવનમાં એવો નથી. સોશ્યલ મીડિયાની મારી ઇમેજ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચવા માટે અને અલગ દેખાવા માટે હતી જેથી મને કામ મળે.’
અહાન અને અનીત છે રિયલ લાઇફ પ્રેમીઓ?
‘સૈયારા’માં અહાન પાંડે અને અનીત પડ્ડાની કેમિસ્ટ્રી લોકોને બહુ પસંદ પડી છે. જોકે આ ફિલ્મ પછી પણ અહાન અને અનીત ઘણી વખત એકબીજા સાથે સમય પસાર કરતાં જોવા મળે છે. અનીત અને અહાનની મમ્મીઓ વચ્ચે પણ બહુ સારી મિત્રતા છે અને તેઓ પણ સાથે શૉપિંગ કરતાં જોવા મળ્યાં છે. હાલમાં અહાન અને અનીત ફરી એક વખત આઉટિંગ દરમ્યાન ફોટોગ્રાફર્સની નજરે ચડી ગયાં હતાં. આ બન્ને વારંવાર સાથે જોવા મળતાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બન્ને રિયલ લાઇફમાં પણ રિલેશનશિપમાં છે.