અનીત પડ્ડા અને અહાન પાંડેનું સીક્રેટ વેકેશન જાહેર થઈ ગયું

27 August, 2026 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સૈયારા’ની સફળતા બાદ અનીત પડ્ડા અને અહાન પાંડેની ડેટિંગની અટકળો ફરી ચર્ચામાં છે. અનીતની વેકેશન તસવીરો અને અહાનની મમ્મીની જૂની તસવીરોમાં સમાન બૅકગ્રાઉન્ડ જોવા મળતાં સાથે વેકેશનની ચર્ચા શરૂ થઈ છે.

અનીત પડ્ડા

‘સૈયારા’ની બ્લૉકબસ્ટર સફળતા બાદ અભિનેત્રી અનીત પડ્ડા અને અભિનેતા અહાન પાંડે રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. ફિલ્મને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી અને બન્નેની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી ત્યારથી જ બન્નેના ડેટિંગની અટકળો વારંવાર સામે આવતી રહી છે. હાલમાં તેમનું સીક્રેટ વેકેશન જાહેર થઈ ગયું છે. 


હાલમાં અનીતે સોશ્યલ મીડિયા હૅન્ડલ પર વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી. જોકે તેણે આ તસવીરો ક્યાંની છે કે ક્યારે લેવામાં આવી છે એ વિશે કોઈ ખુલાસો કર્યો નહોતો. રસપ્રદ વાત એ છે કે આ તસવીરોમાં જે બૅકગ્રાઉન્ડમાં અનીત જોવા મળે છે એવી જ જગ્યાની તસવીરો અહાનનાં મમ્મીએ પણ જુલાઈમાં શૅર કરી હતી. આ સમાનતા બાદ ચાહકો સોશ્યલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે અનીત અને અહાન જુલાઈ દરમ્યાન સાથે વેકેશન પર હતાં. જોકે અત્યાર સુધી બન્નેમાંથી કોઈએ પણ આ અટકળો વિશે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. 

aneet padda ahaan panday social media instagram entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood