07 February, 2026 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શક્તિ શાલિનીમાં અનીત પડ્ડાના હીરો તરીકે વિશાલ જેઠવા ફાઇનલ
‘સૈયારા’ પછી અનીત પડ્ડા હવે ‘શક્તિ શાલિની’માં મેઇન લીડ તરીકે જોવા મળશે. આ જબરદસ્ત ડ્રામા સાથે ભરપૂર ઍક્શન ધરાવતી ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થશે. રિપોર્ટ પ્રમાણે હવે આ ફિલ્મમાં અનીતના હીરો તરીકે વિશાલ જેઠવાને સાઇન કરવામાં આવ્યો છે. ‘શક્તિ શાલિની’ એક મહિલા-કેન્દ્રિત ઍક્શન-ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં ઇન્ટેન્સ ઍક્શન સાથે એક પર્સનલ અને ઇમોશનલ ઍન્ગલ પણ રજૂ કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ ‘શક્તિ શાલિની’ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ શકે છે.