21 November, 2025 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન પાંડે
આ વર્ષે ‘સૈયારા’ને જબરદસ્ત સફળતા મળતાં અહાન પાંડે અને અનીત પડ્ડા ચર્ચામાં આવ્યાં છે અને તેઓ રિયલ લાઇફમાં પણ એકબીજાને ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં સાનિયા મિર્ઝાના ટૉક-શોમાં કરણ જોહરે આડકતરી રીતે તેમને ‘કપલ’ ગણાવી દેતાં તેમની રિલેશનશિપ ચર્ચામાં આવી છે. આખરે અહાને તેના લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરી છે.
આ ઇન્ટરવ્યુમાં જ્યારે અહાનને પૂછવામાં આવ્યું કે શું તું ખરેખર ‘સૈયારા’ની કો-સ્ટાર અનીત પડ્ડા સાથે રિલેશનશિપમાં છે? તેણે જવાબમાં કહ્યું કે ‘અનીત મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આખું ઇન્ટરનેટ માને છે કે અમે બન્ને સાથે છીએ, પણ એવું નથી. કેમિસ્ટ્રી હંમેશાં રોમૅન્ટિક નથી હોતી અને એમાં કમ્ફર્ટ અને સિક્યૉરિટી જેવી લાગણી પણ હોય છે. અનીત મારી ગર્લફ્રેન્ડ નથી, પરંતુ તેના જેવું બૉન્ડિંગ અન્ય કોઈ સાથે નહીં હોય. અમે આ સપનું સાથે જોયું હતું અને એ હકીકત બન્યું. અમારી વચ્ચે જે છે એ બહુ ખાસ છે. હું અત્યારે સિંગલ છું.’