✕

અનીત પડ્ડાની ૨૪મી વર્ષગાંઠની પાર્ટી પરીકથાની થીમ પર યોજાઈ

15 October, 2026 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક તસવીરમાં અનીત અને અહાનની મમ્મી એકબીજાની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં. ઘરને ગુલાબી અને લીલા રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. અનીત પીળા રંગના શૉર્ટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

અનીત પડ્ડાની

‘સૈયારા’થી લોકપ્રિયતા મેળવનારી અનીત પડ્ડાની મંગળવારે ૨૪મી વર્ષગાંઠ હતી. હવે અનીતના જન્મદિવસની ઉજવણીની તસવીરો સામે આવી છે, જેમાં પરીકથાની થીમ પર યોજાયેલી ભવ્ય પાર્ટીની ઝલક જોવા મળે છે. પાર્ટીમાં ગુલાબી રંગની પરીકથાની થીમ પ્રમાણે સજાવટ કરવામાં આવી હતી. અનીતનો ખાસ મિત્ર અહાન પાંડે તેની મમ્મી સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. આલિયા ભટ્ટ પણ આ ઉજવણીમાં ખાસ મહેમાન તરીકે હાજર રહી હતી.

એક તસવીરમાં અનીત અને અહાનની મમ્મી એકબીજાની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં. ઘરને ગુલાબી અને લીલા રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. ઉજવણી માટે પરીકથાની થીમ પર બે વિશેષ કેક પણ તૈયાર કરવામાં આવી હતી. એક કેક કિલ્લાના આકારની હતી, જ્યારે બીજી ગુલાબી રંગની ટૂ-ટિયર કેક હતી. અનીત પીળા રંગના શૉર્ટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી, જ્યારે અહાને બ્લૅક શર્ટ અને બ્લૅક જીન્સ પહેર્યું હતું.

બ્રહ્માંડની ભેટ

અનીત પડ્ડાની ૨૪મી વર્ષગાંઠે અહાન પાંડેએ લખી દિલને સ્પર્શી જાય એવી પોસ્ટ

ફિલ્મ ‘સૈયારા’થી દર્શકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવનાર અનીત પડ્ડાએ પોતાની ૨૪મી વર્ષગાંઠ ઊજવી છે. આ ખાસ દિવસે તેના ખાસ મિત્ર અહાન પાંડેએ અનીતની કેટલીક સુંદર અને અગાઉ ક્યારેય ન જોયેલી તસવીરો શૅર કરીને તેના માટે દિલને સ્પર્શી જાય એવી નોંધ લખી હતી. તેણે અનીતને ‘બ્રહ્માંડની ભેટ’ ગણાવી હતી. પોતાની પોસ્ટમાં અહાને લખ્યું હતું કે ‘અનીત, તું બ્રહ્માંડની એક ભેટ છે અને તું જે પણ વસ્તુને સ્પર્શે છે એ તારાની રજકણોની જેમ ચમકવા લાગે છે. હું આશા રાખું છું કે આ બ્રહ્માંડ પણ તારી સાથે એટલી જ નરમાશથી વર્તે જેટલી નરમાશથી તું એની સાથે વર્તે છે. તું ક્યારેય એ ભૂલતી નહીં કે તારી પાછળ તું કેટલી રોશની છોડીને જાય છે. જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.’

aneet padda celebrity news happy birthday alia bhatt ahaan panday bollywood news bollywood gossips bollywood social media entertainment news