✕

અહાન પાંડેની બહેનના બેબી-શાવરમાં અનીત પડ્ડાની હાજરી બની ચર્ચાનું કારણ

11 October, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનીત કે અહાન બન્નેમાંથી કોઈએ પણ અત્યાર સુધી પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અહાન પાંડે અને અનીત પડ્ડા રિલેશનશિપમાં છે એવા રિપોર્ટ છે. આ સંજોગોમાં અહાનની બહેન અલાના પાંડેના બેબી-શાવરમાં અનીતની હાજરી ચર્ચાનું કારણ બની છે. આ બેબી-શાવરના વિડિયોમાં અનીત અને અનન્યા પાંડે એક જ જોડીમાં અન્ય મહેમાનો સાથે ફનગેમમાં ભાગ લેતાં જોવા મળે છે. આ ફંક્શનમાં અનીતની હાજરીને કારણે અહાન પાંડે સાથેના તેના કથિત સંબંધોની ચર્ચા ફરી શરૂ થઈ છે. જોકે અનીત કે અહાન બન્નેમાંથી કોઈએ પણ અત્યાર સુધી પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો.

ahaan panday aneet padda bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news