04 April, 2026 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર
અનિલ કપૂર પોતાની જબરદસ્ત ફિટનેસ માટે જાણીતો છે. ૬૯ વર્ષની ઉંમરે પણ તે ઘણા યુવાન કલાકારોને જબરદસ્ત ટક્કર આપે છે. પોતાની મહેનત અને શિસ્તબદ્ધ જીવનશૈલી દ્વારા તે ફૅન્સને ફિટ અને હેલ્ધી રહેવા માટે પ્રેરણા આપે છે.
તાજેતરમાં અનિલ કપૂરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જિમમાં વર્કઆઉટ કરતો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે ભારે ઊર્જા સાથે હાઈ-ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરતો જોવા મળે છે. આ વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે તે પોતાની ફિટનેસ માટે કેટલો આકરો પરિશ્રમ કરે છે. અનિલ કપૂરે પોસ્ટ સાથે લખ્યું કે ‘આવો, મહેનત કરો અને ફરી ફરી કરો.’