કંગનાના `ઇશ્ક`માં `અરેસ્ટ` થયો આ એક્ટર, પત્નીને આપી શકે છે છૂટાછેડા!

20 December, 2021 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મળતી માહિતી પ્રમાણે એક અભિનેતા કંગના રણોતના પ્રેમમાં એટલો પાગલ થયો છે કે પત્નીને છૂટાછેડા આપવા માટે પણ તૈયાર છે. હવે આ સમાચાર મીડિયામાં આગની જેમ ફેલાઇ રહ્યા છે

કંગના રણોત (તસવીર સૌજન્ય મિડ-ડે)

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રણોત મોટાભાગે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે તેનું નામ અન્ય કારણસર મીડિયામાં છવાયેલું છે. મળતી માહિતી પ્રમાણે એક અભિનેતા કંગના રણોતના પ્રેમમાં એટલો પાગલ થયો છે કે પત્નીને છૂટાછેડા આપવા માટે પણ તૈયાર છે. હવે આ સમાચાર મીડિયામાં આગની જેમ ફેલાઇ રહ્યા છે અને તમને આ એક્ટરનું નામ જાણીને આંચકો પણ લાગી શકે છે. 

અનિલ કપૂરનો ખુલાસો
એક ઇન્ટરવ્યૂમાં જ્યારે અરબાઝ ખાને અનિલ કપૂરને પૂછ્યું કે આખરે તેની યુવાનીનું સીક્રેટ શું છે. અભિનેતાએ કહ્યું કે ભગવાને આપણને જે જીવન આપ્યું છે તેને આપણે એન્જૉય કરવું જોઇએ. ભગવાનની દયા છે કે તેમના આશીર્વાદથી જીવન જીવી રહ્યા છીએ. આપણા બધા પાસે 24 કલાક હોય છે તેમાંથી 1 કલાક તો પોતાની માટે કાઢી જ શકાય છે.

પત્નીને આપી શકે છે ડિવૉર્સ!
અનિલ કપૂર પર મરી મીટવાની વાત તો અનેકે કરી પણ શું તમે જાણો છો કે ઇન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રી એવી છે જેના પર અનિલ કપૂર ફિદા છે. તેમની દિવાનગી એ હદ સુધી છે કે તેની માટે પોતાની પત્નીને પણ ડિવૉર્સ આપી શકે છે. જ્યારે કરણે અનિલને પૂછ્યું એક મહિલાનું નામ જણાવો જેની માટે તે પોતાની પત્નીને છોડી શકે છે. આ અંગે અનિલ કપૂરે કંગના તરફ ઇશારો કર્યો અને તેનું નામ લીધું.

કંગના રણોતના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ અભિનેત્રી ખૂબ જ વ્યસ્ત છે. એક પછી એક તે અનેક ફિલ્મનું શૂટિંગ પૂરું કરી રહી છે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે `ધાકડ` અને `તેજસ`માં અભિનેત્રી દેખાવાની છે. કંગનાની તાજેતરમાં `થલાઇવી` ફિલ્મ રિલીઝ થઈ હતી, આ ફિલ્મે આશા કરતા નબળું પ્રદર્શન કર્યું.

kangana ranaut bollywood news bollywood bollywood gossips entertainment news anil kapoor