બધી હિરોઇનોને યંગ ઍક્ટર સાથે કામ કરવું છે, મારી સાથે કામ કરવા કોઈ તૈયાર નથી

27 February, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂબેદારના ટ્રેલર-લૉન્ચિંગના પ્રસંગે ફૅન્સને ખુશ કરી દીધા અનિલ કપૂરે

અનિલ કપૂર

અનિલ કપૂરની આગામી ઍક્શન ફિલ્મ ‘સૂબેદાર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર રિટાયર્ડ સૂબેદાર અર્જુન મૌર્યના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ પાંચમી માર્ચે OTT પ્લૅટફૉર્મ પ્રાઇમ વિડિયો પર ભારત સહિત વિશ્વભરમાં સ્ટ્રીમ થશે. હાલમાં આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન અનિલે મીડિયા સાથે ખૂલીને પોતાની ફિલ્મ અને કરીઅર વિશે વાત કરી. આ સમયે અનિલ કપૂરના અંદાજથી ફૅન્સ ખુશ થઈ ગયા.

આ ટ્રેલર-રિલીઝ દરમ્યાન અનિલને પૂછવામાં આવ્યું કે હાલમાં જૂની હિરોઇનો સાથે તેના સંબંધો કેવા છે ત્યારે જવાબ આપતી વખતે અનિલે હળવાશથી કહ્યું હતું કે ‘આજકાલ કોઈ હિરોઇન મારી સાથે કામ કરવા તૈયાર જ નથી. બધાને તો બસ યંગ ઍક્ટર સાથે કામ કરવું છે. જે સિનિયર છે તે પણ મારી સાથે કામ કરવા તૈયાર નથી. તમે લોકો જ પ્લીઝ મારી થોડી લાગવગ લગાડોને.’

પત્ની પાસેથી પૉકેટ-મની આજે પણ લઈને નીકળું છું : અનિલ કપૂર

અનિલ કપૂરે પત્ની સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં કહ્યું હતું કે આજે પણ જ્યારે હું શૂટિંગ માટે જાઉં છું ત્યારે ઘરેથી નીકળતાં પહેલાં પત્ની પાસેથી ૧૦થી ૧૫ હજાર રૂપિયા પૉકેટ-મની લઈને જાઉં છું. અનિલ કપૂરે સ્વીકાર્યું કે તે આજે જે મુકામ પર છે એમાં પત્ની સુનીતાનો સૌથી મોટો ફાળો છે.

anil kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news