જન્મદિન મુબારક, રામ

02 February, 2026 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ કપૂરે ખાસ મિત્ર જૅકી શ્રોફને બહુ સ્પેશ્યલ રીતે બર્થ-ડે વિશ કર્યો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

જૅકી શ્રોફની ૬૯મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેના ખાસ મિત્ર અનિલ કપૂરે સોશ્યલ મીડિયા મારફત જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. અનિલે આ પોસ્ટમાં જૅકી સાથેની કેટલીક જૂની તસવીરો શૅર કરીને લખ્યું છે, ‘કેટલાક સંબંધો એક જિંદગીથી પણ વધારે હોય છે. દરેક જન્મમાં તારા માટે આભારી છું, જગ્ગુદાદા. જન્મદિવસ મુબારક, રામ.’ અનિલની આ પોસ્ટ આ જોડીના ફૅન્સને બહુ ગમી છે.

રિપોર્ટ્સ અનુસાર અનિલ કપૂર અને જૅકી શ્રોફની મિત્રતા લગભગ ૪૧ વર્ષ જૂની છે. ૧૯૮૪માં ફિલ્મ ‘અંદર બાહર’ના સેટ પર તેમની પહેલી મુલાકાત થઈ હતી. સમય જતાં આ મિત્રતા વધુ મજબૂત અને ગાઢ બનતી ગઈ.

jackie shroff anil kapoor happy birthday social media entertainment news bollywood bollywood news