આવી રહી છે પ્રભુ જગન્નાથ પર આધારિત ઍનિમેટેડ ફિલ્મ

25 May, 2026 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કૃષ્ણાવતારમ’ બાદ હવે વધુ એક પૌરાણિક ફિલ્મ મોટા પડદા પર આવવાની છે. અનેક વખત પડદા પર ભગવાન રામ અને શ્રીકૃષ્ણની કહાની દર્શાવવામાં આવી છે, પરંતુ આ વખતે ગાથા પ્રભુ જગન્નાથની હશે.

આવી રહી છે પ્રભુ જગન્નાથ પર આધારિત ઍનિમેટેડ ફિલ્મ

‘કૃષ્ણાવતારમ’ બાદ હવે વધુ એક પૌરાણિક ફિલ્મ મોટા પડદા પર આવવાની છે. અનેક વખત પડદા પર ભગવાન રામ અને શ્રીકૃષ્ણની કહાની દર્શાવવામાં આવી છે, પરંતુ આ વખતે ગાથા પ્રભુ જગન્નાથની હશે. મળતી માહિતી પ્રમાણે પ્રભુ જગન્નાથ પર આધારિત ઍનિમેટેડ ફિલ્મ ‘મહાપ્રભુ જગન્નાથ’ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ હિન્દી, ઓડિયા અને તેલુગુ ભાષાઓમાં ૩૦૦થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ઍનિમેટેડ ફિલ્મ ભગવાન જગન્નાથની પવિત્ર કથાઓ અને સાંસ્કૃતિક વારસાને ઊંડાણપૂર્વક રજૂ કરશે. જોકે હાલમાં ફિલ્મની રિલીઝ-ડેટની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

upcoming movie religion jagannath puri bollywood buzz bollywood news bollywood entertainment news