10 January, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનીત પડ્ડા જોવા મળી અહાન પાંડેના સ્વેટરમાં
‘સૈયારા’નાં સ્ટાર્સ અનીત પડ્ડા અને અહાન પાંડે રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે, પણ બન્નેમાંથી કોઈએ આ મામલે સ્પષ્ટતા નથી કરી. આ સ્થિતિમાં હાલમાં અનીતના એક વિડિયોને કારણે તેમના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. હાલમાં એક વિડિયોમાં અનીતે જે સ્વેટર પહેર્યું છે એ જ સ્વેટર અહાને થોડા સમય પહેલાં ઍરપોર્ટ પર પહેર્યું હતું. આમ અહાન અને અનીત એક જ સ્વેટરમાં અલગ-અલગ જગ્યાએ જોવા મળતાં તેમના સંબંધોની હકીકત ખુલ્લી પડી ગઈ છે.