કિઆરા અડવાણીની જગ્યા લીધી અનીત પડ્ડાએ

22 October, 2025 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થામાના અંતે જાહેર થઈ શક્તિ શાલિનીની હિરોઇન

કિઆરા અડવાણીની જગ્યા લીધી અનીત પડ્ડાએ

‘સ્ત્રી’, ‘સ્ત્રી 2’, ‘મુંજ્યા’, ‘ભેડિયા’ જેવી ફિલ્મો દ્વારા હૉરર કૉમે​ડી ફિલ્મોની આગવી દુનિયા ઊભી કરનારા પ્રોડક્શન-હાઉસ દ્વારા ‘સૈયારા’ની સ્ટાર અનીત પડ્ડાને ‘શક્તિ શાલિની’ની હિરોઇન જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં અગાઉ કિઆરા અડવાણી હિરોઇન હતી, પણ તાજેતરમાં જ મમ્મી બની હોવાને કારણે તે ઉપલબ્ધ ન હોવાને કારણે અનીતનો ચાન્સ લાગ્યો છે. આયુષમાન ખુરાના, રશ્મિકા  મંદાનાને ચમકાવતી મૅડૉક ફિલ્મ્સની ‘થામા’ના અંતે એક સરપ્રાઇઝ ટીઝર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

kiara advani bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news ayushmann khurrana rashmika mandanna upcoming movie