મેં અક્ષય ખન્નાને ઍક્ટિંગ શીખવી છે

13 March, 2026 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ બબ્બરના જમાઈ, ઍક્ટર અનુપ સોનીએ કર્યો છે આવો દાવો, ‘ધુરંધર’માં અક્ષય ખન્નાએ રહમાન ડકૈતનું પાત્ર નિભાવીને લાખો ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં.

મેં અક્ષય ખન્નાને ઍક્ટિંગ શીખવી છે

ફિલ્મ ‘છાવા’ અને પછી ‘ધુરંધર’ની સફળતા પછી અક્ષય ખન્ના ફરી ચર્ચામાં છે. ‘ધુરંધર’માં અક્ષય ખન્નાએ રહમાન ડકૈતનું પાત્ર નિભાવીને લાખો ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. આ સંજોગોમાં રાજ બબ્બરના જમાઈ અને જાણીતા ટીવી-ઍક્ટર અનુપ સોનીએ દાવો કર્યો છે કે તેણે અક્ષય ખન્નાને ઍક્ટિંગ શીખવી છે. 

અનુપ સોનીએ હાલમાં અક્ષય ખન્નાની ઍક્ટિંગ-કરીઅર વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘અક્ષય ખન્નાની સફળતા જોઈને મને ખૂબ ખુશી થાય છે. મેં તેને ઍક્ટિંગ શીખવી છે અને તેની સાથે ઘણા ક્લાસ કર્યા છે. મેં હંમેશાં તેની સ્પષ્ટ વિચારધારાની પ્રશંસા કરી છે. શરૂઆતમાં તેણે લીડ રોલ કર્યા હતા અને હવે તે જે કામ કરી રહ્યો છે એ ખરેખર કમાલનું છે. હવે તે એવી સ્થિતિએ પહોંચી ગયો છે જ્યાં ફિલ્મમેકર્સ માટે તે એક આધારરૂપ ઍક્ટર બની ગયો છે. તેને કોઈ પણ ભૂમિકામાં કાસ્ટ કરી શકાય છે. કોઈ પણ કલાકાર માટે આ મોટી સિદ્ધિ ગણાય.’

dhurandhar akshaye khanna raj babbar anup soni bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news