08 September, 2026 12:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને તેમના નવા હિન્દી નાટક ‘જાને પહચાને અન્જાને’ની ટીમ
અનુપમ ખેર અને તેમના નવા હિન્દી નાટક ‘જાને પહચાને અન્જાને’ના કલાકાર-કસબીઓએ ઉત્તર અમેરિકાની ટૂરની શરૂઆત કરી છે. આ નાટકમાં સ્વરૂપ સંપટ સહિત કલાકારોની શાનદાર ટીમ છે. નાટકનું સંગીત અનુ મલિકે આપ્યું છે, જ્યારે એનું ડિરેક્શન ગજેન્દ્ર અહિરે કર્યું છે. આ ટૂરની શરૂઆત ટીમે ટેક્સસના હ્યુસ્ટનમાં આવેલા પ્રતિષ્ઠિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં ૯૦ ફુટ ઊંચી અભય હનુમાનની પ્રતિમાના આશીર્વાદ લઈને કરી હતી. તેમણે આ દર્શન પાંચમી સપ્ટેમ્બરે યોજાયેલા નાટકના ઓપનિંગ નાઇટના થોડા સમય પહેલાં કર્યાં હતાં. સ્ટૅફર્ડ સેન્ટરમાં યોજાયેલા આ પ્રથમ શોને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને શો સંપૂર્ણપણે હાઉસફુલ રહ્યો હતો.