✕

અંગત જીવનને આખી જિંદગી પર હાવી ન થવા દો

28 September, 2026 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુપમ ખેરે વિવાદાસ્પદ લગ્નજીવનમાં અટવાયેલા ગોવિંદાને આપી આ સલાહ

ગોવિંદા અને અનુપમ ખેર

ગોવિંદા સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેરે તાજેતરમાં ગોવિંદાના અંગત જીવન વિશે ચાલી રહેલી ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગોવિંદાએ પોતાના વ્યક્તિગત જીવનને પોતાની આખી જિંદગી અને કારકિર્દી પર હાવી ન થવા દેવું જોઈએ. હાલમાં ગોવિંદાના લગ્નજીવન વિશે અનેક અફવાઓ અને અટકળો ચાલે છે ત્યારે અનુપમે આ સલાહ આપી છે. 
ગોવિંદા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતાં અનુપમે કહ્યું હતું કે ‘ગોવિંદા હિન્દી સિનેમાના સૌથી સ્વાભાવિક અને મનોરંજક અભિનેતાઓમાંનો એક છે. દર્શકો ગોવિંદાને તેના અભિનય માટે યાદ રાખે છે તેથી તેની અંગત જિંદગીએ તેની સિદ્ધિઓને ઢાંકી ન દેવી જોઈએ. કલાકારની લાંબી કારકિર્દી અને તેના યોગદાનને લોકો હંમેશાં મહત્ત્વ આપે છે, તેથી વ્યક્તિગત વિવાદો ઓળખ પર છવાઈ ન જવા જોઈએ.’
ગોવિંદાના અંગત જીવન વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘હું ગોવિંદા વિશે કોઈ નિર્ણય કે કમેન્ટ કરવાનો નથી. ગોવિંદા પોતાની જિંદગીને વધુ સારી રીતે સમજે છે. મેં એક વખત ગોવિંદાને ફોન કર્યો હતો પણ તેણે કહ્યું હતું કે તે સામેથી ફોન કરશે. હું ગોવિંદાને માત્ર એટલું કહેવા માગતો હતો કે આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. દરેક વ્યક્તિની જિંદગીમાં મુશ્કેલીઓ આવતી હોય છે. ગોવિંદા તેની આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિઓને કારણે થોડો પરેશાન છે, પણ તેણે હાર માની નથી અને તેને કમબૅકની આશા છે.’

govinda anupam kher entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood