31 March, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેરે પોતાની ફિલ્મી કરીઅરની શરૂઆત ૧૯૮૦માં મહેશ ભટ્ટની ‘સારાંશ’થી કરી હતી
અનુપમ ખેરે પોતાની ફિલ્મી કરીઅરની શરૂઆત ૧૯૮૦માં મહેશ ભટ્ટની ‘સારાંશ’થી કરી હતી. આ ફિલ્મ તેમને માટે મોટી તક સાબિત થઈ હતી એથી તેઓ મહેશ ભટ્ટને પોતાનો ગુરુ માને છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અનુપમ ખેરે ખુલાસો કર્યો હતો કે હું કોઈ પણ ફિલ્મ કર્યા બાદ મહેશ ભટ્ટને ૨૫,૦૦૦ રૂપિયા આપું છું અને હું છેલ્લા લગભગ ૪ દાયકાથી આ પરંપરા નિભાવી રહ્યો છું.
આ પરંપરા વિશે વાત કરતાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં હું દરેક ફિલ્મ માટે ૨૫૦ રૂપિયા આપતો હતો. સમય સાથે આ રકમ વધતી ગઈ. પહેલાં ૫૦૦, પછી ૧૦૦૦, ત્યાર બાદ ૫૦૦૦ અને હવે ૨૫,૦૦૦ રૂપિયા સુધી એ રકમ પહોંચી ગઈ છે. હવે તો મહેશ ભટ્ટ કવર જોઈને જ સમજી જાય છે કે એમાં કેટલા રૂપિયા હશે. આ માત્ર પૈસા આપવાની વાત નથી, પરંતુ એક પ્રકારની પરંપરા અને લાગણી છે જે મને ખૂબ ગમે છે. હવે આ એક રસમ બની ગઈ છે.’