02 November, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર, સૂરજ બડજાત્યા
અનુપમ ખેરની ફિલ્મી કરીઅર બહુ લાંબી છે અને ગઈ કાલે તેમણે તેમની ૫૪૯મી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મ ડિરેક્ટર સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ છે. આ ફિલ્મના નામ વિશે કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પણ અનુપમે સોશ્યલ મીડિયા પર ખુશખબર શૅર કરીને કહ્યું કે આ ફિલ્મ તેમની કરીઅર માટે ખાસ છે.
અનુપમે પોતાના સોશ્યલ મીડિયા પર સૂરજ સાથેનો એક વિડિયો શૅર કરીને કહ્યું કે ‘મારી ૫૪૯મી ફિલ્મની જાહેરાત કરવામાં મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આજે સૂરજ બડજાત્યા સાથે આ અનામી ફિલ્મ શરૂ થઈ છે. આ દિવસે મેં તેમને અયોધ્યાથી મળેલી શુભ શાલ આપી. સૂરજ મારી પહેલી ફિલ્મ ‘સારાંશ’માં મહેશ ભટ્ટના પાંચમા અસિસ્ટન્ટ હતા. ત્યારથી અમારી વચ્ચે લાંબી, ખુશહાલ અને સર્જનાત્મક પાર્ટનરશિપ ચાલી રહી છે. તેમણે મને હંમેશાં રાજશ્રી ફિલ્મ્સ અને તેમના પરિવારનો મહત્ત્વનો હિસ્સો ગણ્યો છે. પરંપરા મુજબ મને આ ફિલ્મના પહેલા શૉટમાં સ્થાન મળ્યું છે.’
CSMTની બહાર વરસતા વરસાદમાં સૈફ અલી ખાનની ફિલ્મનું શૂટિંગ
સૈફ અલી ખાન શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની બહાર વરસતા વરસાદમાં ડ્રામૅટિક સીનનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. તસવીર : રાણે આશિષ