અનિલ કપૂરે મને બનવા ન દીધો મિસ્ટર ઇન્ડિયાનો મોગૅમ્બો

23 January, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુપમ ખેરે પોતાની વ્યથા વ્યક્ત કરીને એમ પણ કહ્યું કે આ રોલ અમરીશ પુરીએ શાનદાર રીતે ભજવ્યો હતો

‘મિસ્ટર ઇન્ડિયા’નું પોસ્ટર

અનુપમ ખેરે પોતાની કરીઅરમાં દરેક પ્રકારના રોલ કર્યા છે. હાલમાં અનુપમે સોશ્યલ મીડિયા એક પોસ્ટ કરી છે જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે ‘મિસ્ટર ઇન્ડિયા’માં મોગૅમ્બોના રોલ માટે પહેલાં તેમને સાઇન કરવામાં આવ્યા હતા પણ પછી તેમને કાઢીને આ રોલમાં અમરીશ પુરીને કાસ્ટ કરવામાં આવ્યા હતા.

વિડિયોમાં અનુપમ ખેરે કહ્યું, ‘જાવેદ સાહેબે મને ‘મિસ્ટર ઇન્ડિયા’માંથી બહાર કરી દીધો હતો. જોકે જાવેદ સાહેબે નહીં પણ મારા બેસ્ટ ફ્રેન્ડ અનિલ કપૂર અને બોની કપૂરે આમ કર્યું હતું.  તેમણે મને અંત સુધી આ વિશે કંઈ જણાવ્યું જ નહોતું. જોકે જે રીતે અમરીશ પુરીએ આ રોલ શાનદાર રીતે ભજવ્યો એ રીતે કદાચ હું ન કરી શક્યો હોત.’

mr india anupam kher anil kapoor amrish puri entertainment news bollywood bollywood news