16 October, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અનુપમ ખેર પોતાની માતા દુલારીની ખૂબ નજીક છે. હાલમાં અનુપમે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં માતા દુલારી અને ભાઈ રાજુ સાથેનો વિડિયો શૅર કર્યો છે જેમાં ત્રણેય ફાઇવસ્ટાર હોટેલમાં ડિનર કરવા જઈ રહ્યાં છે અને અનુપમનાં માતા બહુ ખુશ છે. અનુપમ ખેરે આ વિડિયો સાથે કૅપ્શન લખી છે કે ‘મમ્મીને ફાઇવસ્ટાર હોટેલમાં જવું બહુ ગમે છે. હકીકતમાં મારા અને ભાઈ સાથે માતાજીને ક્યાંય પણ જવું સારું લાગે છે. તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર અને સુરક્ષિત અનુભવે છે. તેમનો એક દીકરો તેમની આગળ અને બીજો દીકરો તેમની પાછળ ચાલે છે. હોટેલની લૉબીમાં એક પરિવારના નાના બાળકે તેમને વંદન કર્યું તો માતાએ તેમને આશીર્વાદ આપ્યા. માતા-પિતા આ જ ઇચ્છે છે કે તેમનું બાળક ક્યારેક તેમને ઘરથી બહાર લઈ જાય. તેઓ ખૂબ ખુશ થઈ જાય છે અને બાળકોને ખૂબ આશીર્વાદ પણ મળે છે, જય માતા કી.’