31 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંત સિંહ રાજપૂત, અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘નિશાનચી’ ૧૯ સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂત તેની પહેલી પસંદગી હતો અને તેણે ૨૦૧૬માં આ ફિલ્મની જાહેરાત પણ કરી હતી. અનુરાગે પછી આગળ જણાવ્યું કે આ પછી જ્યારે સુશાંતને ધર્મા પ્રોડક્શન્સની બે ફિલ્મો ‘ડ્રાઇવ’ અને ‘દિલ બેચારા’ મળી ત્યારે તેણે મારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
‘નિશાનચી’ બનાવવાનો પોતાનો અનુભવ જણાવતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘મેં અગાઉ પણ ‘નિશાનચી’ બનાવવાનું વિચાર્યું હતું. ઇન્ડસ્ટ્રીના ઘણા ઍક્ટર્સને આની સ્ક્રિપ્ટ સંભળાવી હતી, પરંતુ કોઈની સાથે વાત આગળ વધી શકી નહીં. આ એ જ પ્રોજેક્ટ છે જે હું ક્યારેક સુશાંત સિંહ રાજપૂત સાથે કરવા માગતો હતો, પરંતુ એ સમયે સુશાંતને ધર્માની બે ફિલ્મો મળી ગઈ અને તેણે મારા ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું. એ પછી આ ફિલ્મ હોલ્ડ પર ચાલી ગઈ.’