26 April, 2025 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાગ કશ્યપ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિરુદ્ધ કરેલી અણછાજતી કમેન્ટને કારણે તે વિવાદમાં સપડાયો છે. તેણે જાહેરમાં આ મામલે બ્રાહ્મણ સમાજની માફી માગી લીધી હોવા છતાં વિવાદની આગ ઠંડી પડવાનું નામ નથી લેતી. આ મામલામાં અનુરાગ વિરુદ્ધ ઇન્દોર, મુંબઈ, દિલ્હી અને જયપુર સહિત ઘણાં શહેરોમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે સુરત કોર્ટે પણ ફિલ્મમેકરને નોટિસ ફટકારી છે અને ૭ મેએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
સુરત કોર્ટે ઍડ્વોકેટ કમલેશ રાવલની ફરિયાદ પર નોટિસ ઇશ્યુ કરી છે. કમલેશ રાવલે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા અને વેરિફિકેશન પૂર્ણ થયા બાદ હવે અનુરાગ કશ્યપને ઈ-મેઇલ અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નોટિસ મોકલાવાઈ છે.