✕

અનુષ્કા શર્મા અને તેના પરિવારે ૪૪.૧ કરોડ રૂપિયામાં એક જ બિલ્ડિંગમાં ખરીદ્યા ત્રણ ફ્લૅટ

07 October, 2026 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુષ્કા શર્મા અને તેનાં મમ્મી-પપ્પાએ મુંબઈમાં ત્રણ ફ્લૅટ ખરીદ્યા છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા અને તેનાં મમ્મી-પપ્પાએ મુંબઈમાં ત્રણ ફ્લૅટ ખરીદ્યા છે. આ ત્રણેય પ્રૉપર્ટી માટે કુલ ૪૪.૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અનુષ્કાએ વર્સોવામાં યારી રોડ પર આવેલા ગોદરેજ સ્કાયશોરમાં એક ફ્લૅટ ખરીદ્યો છે. તેનાં મમ્મી-પપ્પાએ પણ આ જ પ્રોજેક્ટમાં એક ફ્લૅટ ખરીદ્યો છે. જુલાઈ મહિનામાં આ જ ઇમારતમાં વિરાટ કોહલી અને અનુષ્કાએ એક ફ્લૅટ ખરીદ્યો હતો. આમ ગોદરેજ સ્કાયશોરમાં અનુષ્કા અને તેના પરિવારના કુલ ત્રણ ફ્લૅટ થઈ ગયા છે અને આ માટે કુલ  ૪૪.૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
હાલમાં અનુષ્કાએ જે ફ્લૅટ ખરીદ્યો છે એ ૨૪મા માળે છે અને એનો કુલ કાર્પેટ એરિયા ૨૧૫૩.૭ સ્ક્વેર ફીટ છે અને એની કિંમત આશરે ૧૪.૯ કરોડ રૂપિયા છે. અનુષ્કાનાં મમ્મી-પપ્પાએ ખરીદેલો ફ્લૅટ ૧૫૭૭ સ્ક્વેર ફીટનો છે. આ ફ્લૅટ માટે ૧૦.૯૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ સિવાય વિરાટ અને અનુષ્કાએ મળીને પહેલાં જે ફ્લૅટ ખરીદ્યો હતો એના માટે ૧૮.૨૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ રીતે અનુષ્કા શર્મા અને તેમના પરિવાર સાથે જોડાયેલા ત્રણેય અપાર્ટમેન્ટની કુલ કિંમત ૪૪.૧ કરોડ રૂપિયા થાય છે.

anushka sharma real estate bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news