23 March, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કા શર્મા
દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પોતાની આગામી ફિલ્મને લઈને સતત ચર્ચામાં છે. ઍટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં અનેક મોટા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે તો દીપિકા પાદુકોણ જોવા મળશે, પણ હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મમાં અનુષ્કા શર્માની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ એક સાયન્સ-ફિક્શન ફિલ્મ છે.
અનુષ્કા છેલ્લે ‘ઝીરો’માં શાહરુખ ખાન સાથે જોવા મળી હતી, જેમાં કૅટરિના કૈફ પણ હતી. આ પછી અનુષ્કા મોટા ભાગે પ્રોડ્યુસર તરીકે સક્રિય રહી છે અને તેના અભિનય પ્રોજેક્ટ્સ વિશે ખાસ માહિતી સામે આવી નથી.
૨૦૨૨માં એવી ખબર આવી હતી કે અનુષ્કા ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મ બંધ થવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. હાલમાં અનુષ્કા પતિ વિરાટ કોહલી અને બાળકો સાથે લંડનમાં રહે છે.