17 March, 2025 06:56 AM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
એઆર રહેમાનની ફાઇલ તસવીર
જાણીતા ગાયક અને સંગીતકાર એ. આર. રહેમાનનાં સ્વાસ્થ્યને (AR Rahman Hospitalised) લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એ. આર. રહેમાનની તબિયત લથડી હોઇ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ચેન્નઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ચેન્નઈની હોસ્પિટલમાં અત્યારે તેઓ નિષ્ણાત ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. એક વિશેષ ટીમ તેઓની સારવાર કરી રહી છે. એ. આર. રહેમાનને સવારે લગભગ 7.30 વાગ્યે હોસ્પિટલમાં તત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. અટેરે તેઓને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવાઈ રહ્યું છે કે ત્યાં તેમની એન્જીયોગ્રાફી, ઇસીજી અને ઇકોકાર્ડિયોગ્રામ જેવા પરીક્ષણોની તપાસ પણ કરવામાં આવી છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર તેઓને ગ્રીમ્સ રોડ પર આવેલી એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બપોર સુધીમાં રજા આપે એવી શક્યતા
એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે એ. આ. આર. રહેમાનનું સ્વાસ્થ્ય (AR Rahman Hospitalised) સુધારા પર છે. અને મોટેભાગે બપોર સુધીમાં તેમને રજા પણ આપવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર શરૂઆતમાં તેઓએ કહ્યું હતું કે મને ગરદનમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. આમ, આંતરરાષ્ટ્રીય પ્રવાસમાંથી પરત ફર્યા બાદ મેડિકલ ટોસ માટે તેઓને લઈ જવામાં આવ્યા હતા.
સાયરા બાનુને પણ થોડા સમય પહેલા દાખલ કરાયાં હતાં
થોડા સમય પહેલા રહેમાન( AR Rahman Hospitalised)ની ભૂતપૂર્વ પત્ની સાયરા બાનુને તબિયત લથડી જવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેઓની સારવારના ભાગરૂપે ઓપરેશન પણ કરાયું છે.
પોતાના સંદેશમાં સાયરા રહેમાને એ. આર. રહેમાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રહેમાન અને અન્યોને તેમના મુશ્કેલીના સમયમાં તેમના અતૂટ સમર્થન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ગયા મહિને જ એ. આર. રહેમાને એડ શીરન સાથે ચેન્નઈમાં તેમના સંગીત સમારોહમાં પરફોર્મન્સ આપ્યું હતું. એક સપ્તાહ બાદ તેઓ તેમની ફિલ્મ છાવાના મ્યુઝિક લોન્ચમાં પણ દેખાયા હતા. જોકે, તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં પોતાના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં હતા. તેમણે અને તેમની પત્ની સાયરા બાનુએ લગ્નના 29 વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી હતી.
તેઓના (AR Rahman Hospitalised) વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એ. આર. રહેમાનની આ વર્ષે બે તમિલ ફિલ્મ `કાદલિકા નેરામિલ્લઈ` અને `છાવા` રિલીઝ થઈ હતી. તેઓ મણિરત્નમ દ્વારા નિર્દેશિત અને કમલ હસન અભિનીત `ઠગ લાઇફ`ની રજૂઆત માટે તૈયાર છે. આ ફિલ્મ 10 જૂને રિલીઝ થવાની ધારણા છે.