17 March, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષા કોઇરાલા
સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ફિલ્મોમાં અભિનય કરવાની સાથે-સાથે પ્રોડક્શનનું કામ પણ કરે છે. હાલમાં તે ‘રાઝદાર’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે અને એમાં તે ઍક્ટિંગ કરતો પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મનીષા કોઇરાલા એક દમદાર રોલ કરી રહી છે.
રિપોર્ટ અનુસાર તાજેતરમાં ભોપાલમાં ફિલ્મ ‘રાઝદાર’નું પચીસ દિવસનું શૂટિંગ-શેડ્યુલ પૂરું થયું છે. હવે સમગ્ર ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. મુંબઈમાં ૧૦ દિવસનું શૂટિંગ-શેડ્યુલ રહેશે. મુંબઈમાં મુખ્યત્વે ઇન્ડોર સીનનું શૂટિંગ થશે અને એ પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. ભોપાલમાં લગભગ ૪ અઠવાડિયાં સુધી શૂટિંગ થયું હતું, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ શહેર ફિલ્મની વાર્તામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.