જાહ્‍‍નવી કપૂર અને શિખર પહારિયા જામનગરમાં પરંપરાગત રીતે લગ્ન કરવાના પ્લાનિંગમાં?

05 May, 2026 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોની કપૂરે સ્પષ્ટ શબ્દોમાં આ ચર્ચાને અફવા ગણાવીને એના પર પૂર્ણવિરામ મૂકી દીધું

જાહ્‍‍નવી કપૂર છેલ્લાં ઘણાં વર્ષોથી શિખર પહારિયા સાથે રિલેશનશિપમાં છે

જાહ્‍‍નવી કપૂર છેલ્લાં ઘણાં વર્ષોથી શિખર પહારિયા સાથે રિલેશનશિપમાં છે. તેઓ ઘણી વાર આઉટિંગમાં તેમ જ ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. આ સંજોગોમાં એવી ચર્ચા ચાલી હતી કે જાહ્‍‍નવી અને શિખર આ વર્ષે સપ્ટેમ્બરથી ઑક્ટોબર વચ્ચે પરંપરાગત રીતે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં છે અને આ લગ્ન જામનગરમાં કરવામાં આવશે. જોકે જાહ્‍‍નવીના પિતા બોની કપૂરે આ દાવાઓને નકારી કાઢ્યા અને આ રીતે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

જાહ્‍‍નવી અને શિખર બાળપણના મિત્રો છે અને આ પછી તેમની મિત્રતા સંબંધમાં ફેરવાઈ હતી. ૨૦૧૬માં પ્રથમ વાર તેમના સંબંધ વિશે અફવાઓ સામે આવી હતી. જોકે બન્નેએ ક્યારેય એની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી.

janhvi kapoor shikhar pahariya relationships celebrity wedding entertainment news bollywood bollywood news jamnagar boney kapoor