મલાઇકા અરોરા અને અરબાઝ ખાનનો અરહાન થયો ૨૩ વર્ષનો

10 November, 2025 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરહાન ખાનને સાવકી બહેન તરફથી મળી જન્મદિવસની ક્યુટ શુભેચ્છા

મલાઇકાએ સોશ્યલ મીડિયા પર અરહાનની એક તસવીર શૅર કરીને લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે, માય બેબી બૉય!’

મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાનની ગઈ કાલે ત્રેવીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે મલાઇકા અને અરબાઝ બન્નેએ સોશ્યલ મીડિયાના માધ્યમથી દીકરાને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે. મલાઇકા અને અરબાઝે ૧૯ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૭માં ડિવૉર્સ લેવાનું પસંદ કર્યું હતું.

મલાઇકાએ સોશ્યલ મીડિયા પર અરહાનની એક તસવીર શૅર કરીને લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે, માય બેબી બૉય!’

અરબાઝ ખાને પણ દીકરા માટે એક પોસ્ટ શૅર કરીને કૅપ્શન લખી છે, ‘હૅપી બર્થ-ડે અરહાન! તને જીવનમાં શ્રેષ્ઠ મળે એવી શુભેચ્છા. હું તને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરું છું.’

અરહાન ખાનને સાવકી બહેન તરફથી મળી જન્મદિવસની ક્યુટ શુભેચ્છા

ગઈ કાલે અરબાઝ ખાન અને તેની પહેલી પત્ની મલાઇકા અરોરાના દીકરા અરહાન ખાનની ૨૩મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેનાં મમ્મી અને પપ્પાએ તો સોશ્યલ મીડિયા પર શુભેચ્છા પાઠવી જ હતી, પણ પરિવારના અન્ય સભ્યો સાથે-સાથે અરહાનની સાવકી માતા શૂરા ખાને પણ પ્રેમભરી પોસ્ટ લખી છે. અરહાનના જન્મદિવસે શૂરા ખાને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી એક ખાસ પોસ્ટ કરી છે. તેણે અરહાનની કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે મોટા ભાઈ.’ આમ આ ક્યુટ શુભેચ્છા અરહાનની સાવકી નાની બહેન સિપારા તરફથી આપવામાં આવી છે.

happy birthday malaika arora arbaaz khan entertainment news bollywood bollywood news bollywood gossips