03 February, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઓ રોમિયો’નું ગીત ‘ઇશ્ક કા ફીવર’ મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની આવનારી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ગીત ‘ઇશ્ક કા ફીવર’ મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને અરિજિત સિંહે ગાયું હોવાથી એ વધારે ખાસ બની જાય છે. અગાઉ એવી ચર્ચા હતી કે સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નું ગીત ‘માતૃભૂમિ’ અરિજિતનું છેલ્લું ફિલ્મી ગીત હશે, પરંતુ એવું નથી. ‘ઓ રોમિયો’માં પણ અરિજિતે ગીત ગાયું છે અને આ ગીત પ્લેબૅક સિન્ગિંગમાંથી તેણે કરેલી નિવૃત્તિની જાહેરાત બાદ યુટ્યુબ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રિલીઝ થયું છે. આ એક સોલો સૉન્ગ છે જેના શબ્દો ગુલઝારે લખ્યા છે. કદાચ આ ગીત અરિજિતની સિન્ગિંગ કરીઅરનું છેલ્લું ગીત સાબિત થઈ શકે છે.