સ્ટેજ પર મુકાયેલી ખાવાપીવાની આઇટમો ઉપાડીને અરિજિત સિંહે એવું તે શું કહ્યું કે લોકો ઓવારી ગયા?

19 September, 2024 05:18 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગાયક અરિજિત ‌સિંહની લંડનની કૉન્સર્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે અને આ વિડિયો જોઈને લોકો તેના પર ઓવારી ગયા છે

અરિજિત સિંહ

સુપરસ્ટાર ગાયક અરિજિત ‌સિંહની લંડનની કૉન્સર્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે અને આ વિડિયો જોઈને લોકો તેના પર ઓવારી ગયા છે. આ કૉન્સર્ટમાં સ્ટેજની નજીક ઊભેલી એક વ્યક્તિએ ખાવા-પીવાની કંઈક આઇટમો સ્ટેજ પર મૂકી ત્યારે અરિજિતે તરત જ એ પોતે ઉપાડી લીધી હતી અને નમ્રતાપૂર્વક સૉરી બોલીને કહ્યું હતું કે આ સ્ટેજ મારું મંદિર છે, તમે અહીં ફૂડ ન મૂકી શકો. અરિજિત આ સમયે ‘અય દિલ હૈ મુશ્કિલ’નું ટાઇટલ સૉન્ગ ગાઈ રહ્યો હતો અને એની વચ્ચે તે આવું બોલ્યો હતો. અરિજિતે સ્ટેજ પરથી અકળાયા વગર, ગુસ્સે થયા વગર જે રીતે હળવેકથી ફૂડ-આઇટમો ઉપાડી એ જોઈને પણ લોકો તેને સલામ કરી રહ્યા છે. આ કૉન્સર્ટમાં અરિજિતે વિશ્વવિખ્યાત સિંગર એડ શરીન સાથે પણ ગાયું હતું.

arijit singh london bollywood events social media viral videos entertainment news bollywood bollywood news