પાર્ટનર ગેબ્રિએલા અને બાળકો સાથે અર્જુન રામપાલની વેકેશન-મસ્તી

17 March, 2026 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુને તેની આ ફૅમિલી હોલિડેની તસવીરો શૅર કરતાં લખ્યું છે...

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

‘ધુરંધર’માં અર્જુન રામપાલે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીના મેજર ઇકબાલનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મના પહેલા ભાગમાં જ તેનો ખતરનાક અંદાજ દર્શકોને જોવા મળ્યો હતો. હવે ફિલ્મનો બીજો ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ રિલીઝ થવા માટે તૈયાર છે. મળતી માહિતી અનુસાર આ બીજા ભાગમાં અર્જુન લીડ વિલન તરીકે જોવા મળશે. જોકે ફિલ્મની રિલીઝ પહેલાં જ અર્જુન તેની પાર્ટનર ગેબ્રિએલા ડેમેટ્રિયાડેસ અને બાળકો અરિક અને અરિવ સાથે વેકેશન માણવા નીકળી ગયો છે. અર્જુને તેની આ ફૅમિલી હોલિડેની તસવીરો શૅર કરતાં લખ્યું છે, ‘મારી ટીમ તો તૈયાર છે, તમારી છે? ૧૯ માર્ચે મળીશું. ‘ધુરંધર’નો બીજો ભાગ આવી રહ્યો છે અને સાથે જ તબાહી પણ.’

arjun rampal paris travel entertainment news bollywood bollywood news