31 January, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર : ધ રિવેન્જની હાઇલાઇટ હશે રણવીર સિંહ ને અર્જુન રામપાલની ટક્કર
‘ધુરંધર’ની સફળતા પછી ફૅન્સ એના બીજા ભાગ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ૧૯ માર્ચે હિન્દી સાથે તેલુગુ, તામિલ, કન્નડા અને મલયાલમમાં પણ રિલીઝ થશે. રિપોર્ટ પ્રમાણે આ બીજા ભાગમાં રણવીર સિંહના પાત્રની સામે મુખ્ય વિલન તરીકે અર્જુન રામપાલ જોવા મળશે અને તેમની બરાબરની ટક્કર જામશે. આ બીજા ભાગમાં અક્ષય ખન્ના કરતાં સંજય દત્ત, આર. માધવન, સારા અર્જુનનો રોલ વધારે મજબૂત હશે એવી ચર્ચા છે.