અર્જુન રામપાલ અને અદિતિ રાવ હૈદરીને ચમકાવતી ઓ સાથી રેનું શૂટિંગ આટોપાયું

07 September, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન રામપાલે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘ઓ સાથી રે’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. નેટફ્લિક્સની આ ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી અને અવિનાશ તિવારી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અર્જુન રામપાલ અને અદિતિ રાવ હૈદરી

અર્જુન રામપાલે હાલમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘ઓ સાથી રે’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનારી આ ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી અને અવિનાશ તિવારી પણ જોવા મળશે. હવે આ પ્રોજેક્ટ આટોપાઈ ગયો છે ત્યારે અર્જુને સોશ્યલ મીડિયા પર ફિલ્મની ટીમની તસવીર શૅર કરીને આ પ્રોજેક્ટને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
અર્જુન રામપાલે પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘કેટલાક ખૂબ જ ટૅલન્ટેડ અને ખાસ લોકો સાથે એક ખૂબ જ ખાસ પ્રોજેક્ટ પૂરો કર્યો. તમારા લોકોની યાદ આવશે. આખરે મારા કૉલેજના મિત્ર ઇમ્તિયાઝ અલીના ડિરેક્શનમાં કામ કરવું ખૂબ જ સારું લાગ્યું.’
‘ઓ સાથી રે’ની વાર્તા આજના આધુનિક સમય અને મહાનગરોની ભાગદોડભરી જિંદગી વચ્ચે જીવાતા પ્રેમ અને સંબંધોની આસપાસ ફરે છે. વાર્તામાં લગ્નેતર સંબંધો અને એના કારણે ઊભા થતા માનસિક અને ભાવનાત્મક સંઘર્ષોને ખૂબ જ ઊંડાણપૂર્વક અને મ્યુઝિકલ અંદાજમાં વણી લેવામાં આવ્યા છે.

arjun rampal aditi rao hydari imtiaz ali upcoming movie netflix social media social networking site viral post entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood events bollywood gossips bollywood