23 October, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી અને અક્ષય કુમાર
‘જૉલી LLB’ ફિલ્મના અત્યાર સુધીમાં ત્રણ ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે અને રિપોર્ટ પ્રમાણે ચોથા ભાગમાં અર્શદ વારસી ફરી એક વાર જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને એને આવતા વર્ષે જાન્યુઆરી સુધી આટોપી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી.
ફિલ્મમાં અર્શદ વારસી ફરી એક વાર વકીલની ભૂમિકામાં જોવા મળશે. ૨૦૧૩માં રિલીઝ થયેલી પહેલી ‘જૉલી LLB’માં અર્શદ વારસીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે બીજા અને ત્રીજા ભાગમાં અક્ષય કુમાર પણ જોવા મળ્યો હતો. હવે ચોથા ભાગમાં અર્શદ ફરી એક વાર લીડ રોલમાં જોવા મળશે. જોકે આ ચોથા ભાગમાં અક્ષય કુમાર જોવા મળશે કે નહીં એના વિશે હજી કોઈ માહિતી સામે આવી નથી. નિર્માતાઓએ પણ આ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી.