14 July, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી (સૌજન્ય મિડડે)
અર્શદ વારસીએ હાલમાં પોતાની વર્ષો જૂની દુકાન વેચી દીધી છે અને એમાંથી કરોડો રૂપિયાનો નફો મેળવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અર્શદે અંધેરી-પશ્ચિમ સ્થિત લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલી પોતાની દુકાન ૬.૨૫ કરોડ રૂપિયામાં વેચી છે. અર્શદે આ દુકાન ૨૦૧૨માં ૨.૧૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતે ખરીદી હતી અને એટલે આ ડીલમાંથી ત્રણ ગણો નફો મેળવ્યો છે. આ દુકાન લોખંડવાલા કૉમ્પ્લેક્સની ગ્રૅનવિલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે અને એનો કાર્પેટ એરિયા ૬૮૪ સ્ક્વેર ફુટ છે. અર્શદે જ્યારે ૧૪ વર્ષ પહેલાં આ દુકાન ખરીદી હતી ત્યારે તેણે એના માટે ૩૦ હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન-ફી અને ૧૦ લાખ રૂપિયાથી વધુની સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવી હતી.
અર્શદ વારસીની અન્ય મિલકતોની વાત કરીએ તો વર્સોવામાં તેનો એક લક્ઝરી બંગલો છે. આ ઉપરાંત નૉર્થ ગોવામાં તેની ૧૫૦ વર્ષ જૂની પોર્ટુગીઝ વિલા પણ છે જેને તેણે રિસ્ટોર કરાવી છે. આ વિલાનું નામ ‘કાસા ઝેન’ છે. આ વિલાનો ઉપયોગ હૉલિડે સ્ટે તરીકે પણ કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ અહીં રહેવાનું ભાડું પ્રતિ રાત ૭૫ હજાર રૂપિયા છે.