હૉલીવુડમાં એન્ટ્રી લેશે આર્યન ખાન?

07 March, 2026 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે આર્યન ખાને હજી સુધી આ ઑફર સ્વીકારી નથી. હાલમાં તે મેકર્સ સાથે ચર્ચા કરી રહ્યો છે અને પોતાની સંભવિત ભૂમિકાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે આ સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આર્યન ખાન

વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’ની સફળતા બાદ હવે આર્યન ખાન હૉલીવુડ તરફ આગળ વધવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે. આર્યનના પપ્પા શાહરુખ ખાને હજી સુધી કોઈ હૉલીવુડ ફિલ્મમાં કામ કર્યું નથી, પણ આર્યનને એક મોટી ઑફર આવી છે. 

રિપોર્ટ અનુસાર એક સુપરહિટ સિરીઝના પ્રોડ્યુસર્સ તરફથી આર્યનનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ પ્રોડ્યુસર્સ પ્રખ્યાત સિરીઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’ સાથે જોડાયેલા છે. મળતી માહિતી પ્રમાણે ‘ગેમ ઑફ થ્રોન્સ’ના મેકર્સ આર્યન ખાનની પહેલી વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’થી ખૂબ પ્રભાવિત થયા છે. આર્યનની ક્રીએટિવિટી જોઈને તેમના આગામી પ્રોજેક્ટમાં આર્યનને ક્રીએટિવ હેડ અથવા ક્રીએટિવ પ્રોડ્યુસર તરીકે સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે. જો આમ થાય તો આર્યન નવા શો માટેના કન્સેપ્ટ તૈયાર કરવાની અને એને વિકસાવવા સાથે પ્રોજેક્ટના ક્રીએટિવ વિઝનને દિશા આપવાની જવાબદારી સંભાળી શકે છે.

મળતી માહિતી પ્રમાણે આર્યન ખાને હજી સુધી આ ઑફર સ્વીકારી નથી. હાલમાં તે મેકર્સ સાથે ચર્ચા કરી રહ્યો છે અને પોતાની સંભવિત ભૂમિકાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે આ સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

aryan khan Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news hollywood news