નામ એક, કામ અનેક

05 September, 2021 05:00 PM IST  |  Mumbai | Mayank Shekhar

રાઇટર, ઍક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે ફરહાન અખ્તરની બૉલીવુડની ૨૦ વર્ષની જર્ની સાથે તેની નિકટની વ્યક્તિઓ વિશે જાણવા જેવું છે

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર જ્યારે નાનો હતો ત્યારે તેના ઘરે કૉમન વિઝિટર્સ ફૅમિલી ફ્રેન્ડ અને જાણીતા ફોટોગ્રાફર સ્વર્ગીય ગૌતમ રાજાધ્યક્ષ હતા. ગૌતમને એક વાર પ્રેશર કુકરના ફોટોશૂટનું અસાઇનમેન્ટ આપવામાં આવ્યું હતું. આ અસાઇનમેન્ટમાં બાળક કુકરમાં જે કન્ટેન્ટ છે એને જોઈને ખૂબ ખુશ થાય છે એવું દેખાડવાનું હતું, જેમ કે ‘આ મારી લાઇફનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ મટર પુલાવ છે એવું એક્સપ્રેશન.’
ગૌતમે ફરહાનની મમ્મી હની ઈરાની (પોતે પણ એક ચાઇલ્ડ ઍક્ટર હતાં)ને આ ઍડ માટે પોઝ આપવા માટે પૂછ્યું હતું. તેમણે સહમતી આપતાં ફરહાને ઍડ કરી હતી. આ પ્રેશર કુકર સાથે સૌથી લાંબા સમય સુધી ફરહાનનો ચહેરો જોડાયેલો રહ્યો હતો. આ વિશે જણાવતાં ફરહાને કહ્યું કે ‘એ ૮૦ના દાયકાની વાત છે.’ તેના ચાઇલ્ડહૂડ ફ્રેન્ડ પ્રોડ્યુસર-પાર્ટનર રિતેશ સિધવાણીના ફૅમિલી બિઝનેસ વિશે જ્યારે ફરહાનને ખબર પડી ત્યારે તેણે પણ તેની સાથે પ્રેશર કુકર વિશે જ વાત કરી હતી. રિતેશે તેને પૂછ્યું કે ‘તારો મતલબ છે કે તેં માર્કેક્સ માટે ઍડ શૂટ કરી હતી?’ આ કંપની રિતેશના પિતાની હતી જેમાં રિતેશે પણ કામ કર્યું હતું. ફરહાને ના પાડતાં કહ્યું કે ‘એ તમારી સૌથી મોટી હરીફ કંપની હૉકિન્સ માટે હતું. અમે જ્યારે બાળક હતાં ત્યારે એકબીજાના હરીફ હતાં. કિચન કૉર્પોરેટ વર્લ્ડની બે સૌથી મોટી હરીફ વ્યક્તિ આજે સાથે કામ કરી રહી છે.’
ગૌતમે ફરહાનને તેની તોફાની સ્માઇલ માટે પસંદ કર્યો હતો. જોકે ફરહાનની જમણી આંખ નીચે એક નિશાન છે. આ નિશાન પર્મનેન્ટ છે અને એ તેના પાસપોર્ટના ફોટોમાં પણ છે. ૨૦૧૭માં આવેલી ‘લખનઉ સેન્ટ્રલ’ અને ૨૦૨૧માં આવેલી ‘તૂફાન’ જેવી ફિલ્મોમાં એ દેખાઈ આવે છે. આ ઇન્જરી પાછળ કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી નથી, પરંતુ તે જ્યારે બે વર્ષનો હતો ત્યારે ટેબલ પરથી પડી ગયો હતો અને તેને ઈજા થઈ હતી. આ વિશે સ્કૂલમાં તેને જ્યારે પૂછવામાં આવતું ત્યારે તે કહેતો કે ‘વિયેટનામ (નામ બોલતી વખતે ફિલ્મી સ્ટાઇલ).’ સિલ્વેસ્ટર સ્ટેલનની ૧૯૮૫માં આવેલી ‘રૅમ્બો : ફર્સ્ટ બ્લડ પાર્ટ 2’ તેની એ વખતની ફેવરિટ ફિલ્મ હતી અને જ્યારે તેને લોકો તેની આંખના નિશાન વિશે પૂછતા ત્યારે તેના દિમાગમાં રૅમ્બો જેવી જ પોતાની ઇમેજ ચાલતી.
રિતેશ અને ફરહાન બન્ને જુહુની માણેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાં સાથે ભણ્યા હતા. આ સ્કૂલ પરથી જ ફરહાન અને રિતેશે તેમની ફિલ્મ પ્રોડક્શન-હાઉસ કંપની ઍક્સેલનું નામ રાખ્યું હતું. આ વિશે ફરહાને કહ્યું કે ‘અમે બે નામ વિચારી રહ્યા હતા. અમે બીજું નામ શું હતું એ વિશે ખૂબ વિચારી રહ્યા હતા, પરંતુ એ યાદ આવ્યું નહોતું અને ઍક્સલ અમારી સ્કૂલના મોટો ‘ધેર ઇઝ નો એક્સલન્સ વિધાઉટ લેબર’ પરથી આવ્યું છે.’
આ બન્ને માણેકજી બૉય્‍ઝ ત્યાર પછી જયહિન્દ કૉલેજમાં ગયા હતા, જ્યાંથી ફરહાને ‘દિલ ચાહતા હૈ’ બનાવવા માટે કૉલેજ છોડી દીધી હતી. આ ફિલ્મ દ્વારા ફરહાન રાઇટર અને ડિરેક્ટર બન્યો હતો અને રિતેશ પ્રોડ્યુસર બન્યો હતો. એ દરમ્યાન ફરહાનને બેસાડીને રિતેશે કહ્યું કે ‘જો કોઈ એવી વસ્તુ છે જે તારે સતત કરતા રહેવું છે અને એ તારા માટે એટલી જ મહત્ત્વની હોય તો તારે એ કામની માલિકી લેવી જોઈએ.’
આ વિશે વધુ જણાવતાં ફરહાને કહ્યું કે ‘મને લાગે છે કે આ એક બિઝનેસ-લેસન હતું જે રિતેશે તેની પહેલાંની લાઇફ પરથી લીધું હતું. તમે જ્યારે કોઈ પણ કામ માટે ખૂબ મહેનત કરો છો ત્યારે એ કામ તમારું હોવું જોઈએ.’ ત્યાં સુધીમાં ફરહાન થોડાં વર્ષ આદી પોચાની ઍડ ફિલ્મ કંપની સ્ક્રિપ્ટ શૉપમાં પ્રોડક્શન વિશે શીખ્યો હતો. તે એક ફિલ્મ ફૅમિલીમાંથી આવ્યો હતો. તેનાં મમ્મી-પપ્પા (હની ઈરાની અને જાવેદ અખ્તર બન્ને જાણીતાં સ્ક્રીન-રાઇટર્સ હતાં)એ રિતેશ વિશે વાત કરતાં ફરહાને હસીને કહ્યું હતું કે ‘ફિલ્મની નજીક આવવાની વાત કરીએ તો રિતેશ સૌથી વધુ નજીક વીએસએસ ટેપને વીસીઆર પ્લેયરમાં મૂકવા સુધી આવ્યો હતો.’ 
રિતેશ તેના ફૅમિલી-બિઝનેસમાંથી અલગ ગઈ ગયો હતો. તેણે તેનો ટ્રસ્ટ અને પૈસા ફિલ્મ અને ઇન્ડસ્ટ્રીમાં લગાડ્યા હતા જે વિશે તેને જરાય આઇડિયા નહોતો. આમ છતાં સતત પ્રોડ્યુસ કરતા રહેવાનું રિતેશનું કમિટમેન્ટ ફરહાનને ખૂબ જ પ્રેરિત કરે છે. આ વિશે ફરહાને કહ્યું કે ‘અમારી ઇન્ડસ્ટ્રીમાં રિતેશને હાર્ડ નેગોશિએટર તરીકે ઓળખવામાં આવે છે. બિઝનેસમાં હાર્ડ નેગોશિએટર એ સારી વાત છે. તમારે એ જ હોવું જોઈએ.’
ફરહાન અત્યારે લૉસ ઍન્જલસમાં છે અને તે સવારે આઠ વાગ્યે ઊઠીને સ્ક્રીન પર અમારી સાથે વાત કરી રહ્યો હતો, જ્યારે અહીં રાતે ૮ વાગ્યા હતા. તે છેલ્લાં ૧૫-૧૬ વર્ષથી મૉર્નિંગ પર્સન છે. આ વિશે ફરહાને કહ્યું કે ‘હું મોટા ભાગે સવારે ૬ વાગ્યે ઊઠી જાઉં છું. એ મારી બૉડી માટે ખૂબ સારું છે, કારણ કે હું સવારે કસરત પણ કરી શકું છું. આવું તો તમારે અને તમારી નિકટની વ્યક્તિએ પણ ફૉલો કરવું જોઈએ.’
હું અગાઉ આવો નહોતો. એ વિશે જણાવતાં ફરહાને કહ્યું કે ‘એક સમયે હું એવો ટીનેજર હતો જે સવારે ૧૧-૧૨ વાગ્યા પહેલાં ઊઠવા તૈયાર નહોતો.’ ૨૦૦૩માં આવેલી ‘લક્ષ્ય’માં હૃતિક રોશનનું પાત્ર જાવેદ અખ્તરે ફરહાનની લાઇફને ધ્યાનમાં રાખીને લખ્યું હતું. તે ખૂબ લાંબા સમયથી પ્રોડ્યુસર તરીકે કામ કરી રહ્યો છે અને તેની અને રિતેશની જોડી આજ સુધી એવી જ રહી છે. તેમણે અત્યાર સુધી ૩૬ ફિલ્મો અને સિરીઝ પ્રોડ્યુસ કરી છે. તેમણે ‘ઇનસાઇડ એજ’, ‘મિર્ઝાપુર’ અને ‘મેડ ઇન હેવન’ જેવા શોને કારણે બહુ જલદી ઓટીટીમાં એન્ટ્રી કરી હતી. તેણે ઍક્ટિંગમાં સંપૂર્ણ ફોકસ આપવાની જગ્યાએ સ્ક્રિપ્ટિંગ અને ડિરેક્શનમાં પણ વધુ ફોકસ કર્યું છે. શું તેને આ વિશે ક્યારેય અહેસાસ થયો? આ વિશે વાત કરતાં ફરહાને કહ્યું કે ‘તમે કદાચ મને ફુલ ટાઇમ ઍક્ટર તરીકે જોઈ રહ્યા છો, કારણ કે બહાર લોકોને એ જ દેખાય છે. જોકે હું પ્રોડ્યુસિંગમાં ખૂબ જ રસ ધરાવું છું. ‘ગેમ’, ‘કાર્તિક કૉલિંગ કાર્તિક’, ‘તલાશ’ અને ‘દિલ ધડકને દો’ જેવી ફિલ્મોના ડાયલૉગ-રાઇટિંગમાં પણ મેં ખૂબ સમય આપ્યો છે. જુદા-જુદા ડિરેક્ટર્સ સાથે કામ કરવું કે ‘રૉક ઑન 2’ કરવી. મારામાં ઘણું નવું-નવું કરવાની ખૂબ તાલાવેલી છે. મેં ખરેખર ઍક્ટિંગમાંથી દોઢ વર્ષનો બ્રેક લીધો હતો જેથી હું મારું આલબમ રેકૉર્ડ કરી શકું.’ આ આલબમ ૨૦૧૯માં આવેલું ‘Echoes’ હતું.
આ સાઉન્ડટ્રૅક સ્મૅશિંગ હિટ રહ્યાં હતાં. આ વિશે વધુ જણાવતાં ફરહાને કહ્યું કે ‘હું પહેલેથી ગિટાર વગાડવા માગતો હતો અને ૧૬-૧૭ વર્ષની ઉંમરથી હું પોતે બુક અને ઇન્ટરનેટની મદદથી એ શીખી રહ્યો હતો. જોકે એ બધાં પ્રાઇવેટ પૅશન હતાં. ૨૦૧૨માં મેં મારા જેવા વિચાર ધરાવનાર લોકોને ભેગા કરીને (ફરહાન લાઇવ) બૅન્ડ બનાવવાનું નક્કી કર્યું હતું. અમે ૧૦૦થી વધુ શહેરોમાં કોલેજ-ફેસ્ટિવલ્સમાં તથા અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને મિડલ ઈસ્ટમાં અમે બે-બે વાર પર્ફોર્મ કર્યું હતું.’
ફરહાનની ડિરેક્ટર તરીકેની છેલ્લી ફિલ્મ ૨૦૧૧માં આવેલી શાહરુખ ખાન સાથેની ‘ડૉન’ હતી. સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના પાર્ટ-3ની ખૂબ રાહ જોવાઈ રહી છે. બૉલીવુડમાં પહેલાં ઘણી સીક્વલ બનતી હતી. ૨૦૦૬માં આવેલી તેની ‘ડૉન’ પણ રીમેક હતી અને આ ફિલ્મ પહેલાં દર થોડા-થોડા મહિનામાં સીક્વલનો મારો ચાલતો હતો. ફરહાનનું ઍક્ટર તરીકેનું સૌથી ચૅલેન્જિંગ પાત્ર ૨૦૧૩માં આવેલી ‘ભાગ મિલ્ખા ભાગ’ હતી. આ ફિલ્મમાં તેણે ઑલિમ્પિયન ઍથ્લીટ મિલ્ખા સિંહનું પાત્ર ભજવ્યું હતું. ચંડીગઢમાં એક જર્નલિસ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ માટે કેમ કોઈ પંજાબી ઍક્ટરને પસંદ કરવામાં નહોતો આવ્યો. આ ફિલ્મની રિલીઝ બાદ તે સ્પેશ્યલ ચંડીગઢ ગયો હતો. ફિલ્મમાં તેનું પાત્ર કેવું હતું એ પૂછવા નહીં, પરંતુ અજાણતાં એ જર્નલિસ્ટ ફરહાન માટે પ્રેરણાસ્રોત બની ગયો હતો અને એ તેનો આભાર માનવા માટે ત્યાં ગયો હતો.
‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મે બૉલીવુડમાં સ્પોર્ટ્સ બાયોપિકનાં દ્વાર ખોલ્યાં હતાં. એવી ફિલ્મો આજે પણ બની રહી છે. શું તેં કોઈ ફૉર્મ્યુલા બનાવી છે એવું પૂછતાં ફરહાને કહ્યું કે ‘મને લાગે છે કે આજે એક કારમાં ઘણી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવે અને એ બહુ વેચાય તો અન્ય કાર પણ એનો સમાવેશ કરવાનું શરૂ કરી દે છે, કારણ કે લોકોને એ પસંદ પડી રહ્યું છે. જો આજે કોઈ ચિપ્સની માર્કેટમાં નવી ફ્લેવર આવી તો દરેક વ્યક્તિ એ ફ્લેવર શરૂ કરી દે છે. મને લાગે છે કે આ જ લાઇફ છે અને આ જ રીતે દુનિયા કામ કરે છે.’
ફરહાન છેલ્લે તેના ડ્રામૅટિક ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન સાથે ૨૦૨૧માં આવેલી ‘તૂફાન’માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તે હવે લગભગ એક દાયકા બાદ કૅમેરાની પાછળ જઈને ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ નામ ‘જી લે ઝરા’ છે, જેમાં પ્રિયંકા ચોપડા જોનસ, આલિયા ભટ્ટ અને કૅટરિના કૈફ છે જે ૨૦૨૨માં શરૂ કરવામાં આવશે. એવું પહેલી વાર બન્યું છે કે આ ફિલ્મ દ્વારા તે ઝોયા અખ્તર અને રીમા કાગતી સાથે મળીને સ્ક્રીનપ્લે લખી રહ્યો છે. આ વિશે પૂછતાં ફરહાને કહ્યું કે ‘મારા માટે આ એક નવો અનુભવ છે. સ્ક્રીનપ્લે પર હું કામ કરી રહ્યો છું, ડાયલૉગ પર કદાચ વધુ કામ ન કરી શકું, પરંતુ સ્ક્રીનપ્લે પર હું અન્ય બે રાઇટર્સ સાથે કામ કરી રહ્યો છું.’
ફરહાન અખ્તર બાંદરાના બૅન્ડસ્ટૅન્ડમાં સી-ફેસિંગ ઘરમાં મોટો થયો છે જ્યાંથી હાલમાં આ વાતચીત કરી રહ્યા છીએ. આ વિશે મેં ફરહાનને જણાવ્યું હતું કે અમે તેના ફૅમિલી હોમની નજીક જ છીએ. લૉસ ઍન્જલસથી આવીને ફરહાન ત્યાં જ શિફ્ટ થવા માગે છે. બીજી તરફ એ જ સ્ટ્રીટ પર ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પણ છે જ્યાં સલમાન ખાન મોટો થયો છે અને હજી પણ ત્યાં જ રહે છે. સલમાન અને ફરહાન બન્ને અનુક્રમે સલીમ ખાન અને જાવેદના દીકરા છે. સલીમ-જાવેદની જોડી બૉલીવુડની રાઇટર્સની બ્લૉકબસ્ટર જોડી છે. તેમણે ૧૯૭૦ના દાયકામાં ઘણી અદ્ભુત ફિલ્મો આપી છે.
જાવેદ અખ્તર ડિરેક્ટર બનવા મુંબઈ આવ્યા હતા. સલીમ ખાને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ ફિલ્મો રિલીઝ નહોતી થઈ. એથી તેમણે ફરી સ્ક્રીન-રાઇટિંગ તરફ પ્રયાણ કર્યું હતું. જોકે બન્નેની લાઇફ એક સર્કલ જેવી છે. ફરહાન ડિરેક્ટર બની ગયો અને સલમાન સુપરસ્ટાર બની ગયો. આ વિશે જણાવતાં ફરહાને કહ્યું કે ‘મને લાગે છે કે આપણે આપણી આ ચર્ચાને વધુ મેલોડ્રામૅટિક બનાવી રહ્યા છીએ. ૧૯૯૦ના દાયકામાં મારા પિતા ગીતો લખવામાં ખૂબ વ્યસ્ત હતા. દરેક બીજી કે ત્રીજી ફિલ્મમાં તેમણે લખેલાં ગીતો હતાં. મને લાગતું હતું કે તેઓ આ જ કરવા માગતા હતા. જોકે અમે જ્યારે ‘લક્ષ્ય’ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક દિવસ ફિલ્મને ડિરેક્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મને ત્યારે પહેલી વાર ખબર પડી કે તેઓ ફિલ્મ ડિરેક્ટ કરવા માગે છે. હું ૨૯ વર્ષનો થયો ત્યારે મને એ ખબર પડી હતી.’

ફરહાન ટીનેજર હતો ત્યારે ૧૧-૧૨ પહેલાં ઊઠવા તૈયાર નહોતો અને તેના પરથી જાવેદ અખ્તરે ‘લક્ષ્ય’નું હૃતિક રોશનનું પાત્ર લખ્યું હતું

મારામાં ઘણું નવું-નવું કરવાની ખૂબ તાલાવેલી છે. મેં ખરેખર ઍક્ટિંગમાંથી દોઢ વર્ષનો બ્રેક લીધો હતો જેથી હું મારું આલબમ રેકૉર્ડ કરી શકું.

bollywood news bollywood bollywood gossips entertainment news farhan akhtar mayank shekhar