13 April, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા ભોસલેની ફાઇલ તસવીર
દુનિયાભરમાં જ્યાં પણ નવરાત્રિના ગરબા યોજાય છે ત્યાં ‘તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે’ ગરબો અવશ્ય વાગે જ અને ખેલૈયાઓ એના પર ઝૂમી ઊઠે છે. આ ગરબો ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’માં આશા ભોસલેએ ગાયો હતો. માત્ર આ ગરબાની જ વાત નથી, પરંતુ આશા ભોસલેએ ગુજરાતીમાં ભજન, ગીતો અને ગરબા ગાઈને સૌકોઈને મોજ કરાવી છે.
આશા ભોસલેએ ‘દૂધે તે ભરી તલાવડી’ સહિતના ગરબા ઉપરાંત ‘છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા’ જેવાં ગીતો પણ બખૂબી ગાયાં છે. આ ઉપરાંત ‘માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ અને ‘રામ તમે સીતાજીની તોલે ના આવો’ જેવાં ભજન ગાઈને આશા ભોસલેએ સંગીતના રસિયાઓમાં તેમની અમિટ છાપ છોડી છે. આ બન્ને ભજનો આજે પણ એટલાં જ સંભળાય છે અને આવનારા સમયમાં પણ એ સંભળાતાં જ રહેશે. આશા ભોસલે અગણિત ગુજરાતી ભજન, ગીતો અને ગરબા ગાઈને ગુજરાતી સંસ્કૃતિને એક મુકામ પર લઈ ગયાં છે.
છાનું રે છપનું કૈં થાય નહીં
મારી ગાગરડીની કોર
તારા ફળિયામાં પગ નહીં મેલું
મારે રે તે સૂપડે
મા પાવા તે ગઢથી
શેરી વળાવીને સજ્જ કરું
ગજે શેરી ને પોલ
મિતવા પૂછે મારું મન
નજરુનાં બાણ મને વાગી જાય છે
ખમ્મા મારા નંદજીના લાલ
એક પાટણ શેરની નાર પદમણી