21 April, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમગ્ર પરિવારે ગંગા નદીના કિનારે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી
દિવંગત ગાયિકા આશા ભોસલેનાં અસ્થિનું વિસર્જન ગઈ કાલે વારાણસીની પવિત્ર ગંગા નદીમાં કરવામાં આવ્યું હતું જેથી તેમના આત્માને શાંતિ મળે. અસ્થિવિસર્જન માટે આશા ભોસલેનો દીકરો આનંદ પરિવાર સાથે વારાણસી ગયો હતો. સમગ્ર પરિવારે ગંગા નદીના કિનારે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને સંપૂર્ણ વિધિ મુજબ અસ્થિવિસર્જન કર્યું હતું. એ દરમ્યાન આશા ભોસલેની પૌત્રી ઝનાઈ ભોસલે ખૂબ ભાવુક થઈ ગઈ હતી અને તે પોતાનાં આંસુ રોકી નહોતી શકી. પરિવાર દ્વારા તમામ પરંપરાગત રીતરિવાજ સાથે આશા ભોસલેને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આ સમયે આશા ભોસલેના પુત્ર આનંદ અને પૌત્રી ઝનાઈ સાથે મુંબઈના BJPના અગ્રણી નેતા અને મહારાષ્ટ્ર સરકારના મિનિસ્ટર ઍડ્વોકેટ આશિષ શેલાર પણ હતા.