07 May, 2026 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશુતોષ ગોવારીકર લઈને આવી રહ્યો છે ટેમ્પલ રેઇડર્સ
ફિલ્મમેકર આશુતોષ ગોવારીકર હવે ‘ટેમ્પલ રેઇડર્સ’ નામની એક નવી ડૉક્યુ-ડ્રામા સિરીઝ લઈને આવી રહ્યો છે. આ સિરીઝ ભારતનાં મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી અને એની ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય તસ્કરી કરનારી ગૅન્ગ પર આધારિત હશે.
‘ટેમ્પલ રેઇડર્સ’ એક ડૉક્યુમેન્ટરી-ડ્રામા સિરીઝ છે, જેમાં વાસ્તવિક ઘટનાઓને રસપ્રદ અને સિનેમૅટિક અંદાજમાં રજૂ કરવામાં આવશે. આ સિરીઝનો મુખ્ય ઉદ્દેશ ભારતની સાંસ્કૃતિક ધરોહરને બચાવવાનો અને મંદિરોમાંથી થતી મૂર્તિચોરીની સમસ્યાને લોકો સમક્ષ લાવવાનો છે.