26 March, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અથિયા શેટ્ટી અને કે. એલ. રાહુલની લાડકી દીકરી ઇવારાની ગઈ કાલે પહેલી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર કપલે ખૂબ જ ક્યુટ અંદાજમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ ખાસ દિવસે અથિયા અને કે. એલ. રાહુલે એક પોસ્ટ શૅર કરીને પોતાની દીકરી માટે લખ્યું, ‘હૅપી બર્થડે અમારી જાન. અમને તારાં માતા-પિતા તરીકે પસંદ કરવા બદલ આભાર. અમે તને શબ્દોથી વિશેષ અને દુનિયા કરતાં પણ વધુ પ્રેમ કરીએ છીએ.’ ઇવારાનાં મમ્મી-પપ્પાએ આ પોસ્ટ સાથે જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો પણ શૅર કરી છે. આ તસવીરોમાં ઍનિમલ-થીમ આધારિત કેક જોઈને લાગે છે કે આ સેલિબ્રેશનમાં ઍનિમલ-થીમ રાખવામાં આવી હશે. જોકે અથિયા અને કે. એલ. રાહુલે હજી દીકરીનો ચહેરો દુનિયાને નથી દેખાડ્યો.