શાહરુખ બાદ વરુણ સાથે કામ કરશે એટલી

05 February, 2023 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથના ઍક્ટર વિજય થલપતિની ‘થેરી’ની રીમેક હોવાની ચર્ચા

શાહરુખ બાદ વરુણ સાથે કામ કરશે એટલી

સાઉથના ફિલ્મમેકર એટલી શાહરુખ ખાન બાદ વરુણ ધવન સાથે કામ કરશે એવી ચર્ચા છે. એટલીએ હાલમાં જાહેરાત કરી છે કે તેની પત્ની પ્રેગ્નન્ટ છે. આ જાહેરાત બાદ તેણે ફરી શાહરુખ સાથેની ‘જવાન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે નયનતારા, વિજય સેતુપતિ અને નાનકડી ભૂમિકામાં વિજય થલપતિ પણ જોવા મળશે. આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એની ખૂબ રાહ જોવાઈ રહી છે. જોકે આ ફિલ્મ બાદ એટલી તરત જ તેની આગામી ફિલ્મમાં કામ કરવાનો છે. આ માટે વરુણ ધવનને પસંદ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. એટલી અને વરુણ વચ્ચે ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી. આ માટે વરુણે ફાઇનલી હા પાડી દીધી છે, પરંતુ હજી તેણે સાઇન કરવાની બાકી છે. આ ફિલ્મ વિજય થલપતિની ‘થેરી’ની રીમેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ જૂન અથવા તો સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.

bollywood news Shah Rukh Khan varun dhawan entertainment news