ઇમરાન હાશ્મીની પહેલવહેલી સદી

20 August, 2026 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦૦ કરોડ રૂપિયાની કમાણીને પાર કરનારી તેની પહેલી સોલો ફિલ્મ બની આવારાપન 2, ‘આવારાપન 2’ માટે હાલમાં બૉક્સ-ઑફિસ પર કમાણી કરવા માટે સારો સમય છે. ફિલ્મને ૨૬ ઑગસ્ટે ‘ટૉક્સિક’ રિલીઝ થાય ત્યાં સુધી ખુલ્લી તક મળી રહી છે.

ઇમરાન હાશ્મીની પહેલવહેલી સદી

‘આવારાપન 2’એ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરતાં પાંચમા દિવસે એટલે કે મંગળવારે ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. આ સાથે ‘આવારાપન 2’ ઇમરાન હાશ્મીની એવી પહેલી સોલો ફિલ્મ બની છે જેણે ભારતીય બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાના નેટ કલેક્શનનો આંકડો પાર કર્યો છે.
આ ફિલ્મે પહેલા દિવસે શુક્રવારે ૨૩.૪૦ કરોડ રૂપિયા, શનિવારે ૩૪.૦૯ કરોડ રૂપિયા, રવિવારે ૨૬.૮૨ કરોડ રૂપિયા, સોમવારે ૧૦.૦૬ કરોડ રૂપિયા અને મંગળવારે ૧૦.૨૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ ફિલ્મનું અત્યાર સુધીનું કુલ નેટ કલેક્શન ૧૦૪.૬૩ કરોડ રૂપિયા થઈ ગયું છે.
‘આવારાપન 2’ માટે હાલમાં બૉક્સ-ઑફિસ પર કમાણી કરવા માટે સારો સમય છે. ફિલ્મને ૨૬ ઑગસ્ટે ‘ટૉક્સિક’ રિલીઝ થાય ત્યાં સુધી ખુલ્લી તક મળી રહી છે. તેથી આગામી દિવસોમાં ફિલ્મના કલેક્શનમાં હજી વધારો થવાની શક્યતા છે.

bollywood buzz emraan hashmi bollywood news bollywood gossips bollywood entertainment news