21 October, 2025 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થોડા સમય પહેલાં ચર્ચા હતી કે ‘ધૂમ 4’નું ડિરેક્શન અયાન મુખરજી કરવાનો છે`
થોડા સમય પહેલાં ચર્ચા હતી કે ‘ધૂમ 4’નું ડિરેક્શન અયાન મુખરજી કરવાનો છે. જોકે અયાને ડિરેક્ટ કરેલી ‘વૉર 2’ને ધાર્યા પ્રમાણે સફળતા ન મળતાં તમામ સમીકરણો બદલાઈ ગયાં છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અયાન હવે ‘ધૂમ 4’થી અલગ થઈ ગયો છે અને હવે તેણે આગામી પ્રોજેક્ટ ‘બ્રહ્માસ્ત્ર 2’ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે.
અયાનના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં નજીકના એક મિત્રએ કહ્યું હતું કે ‘અયાનને લાગે છે કે ‘વૉર 2’ અને ‘ધૂમ 4’ જેવી ફિલ્મો તેની ડિરેક્શનની સ્ટાઇલ સાથે મેળ નથી ખાતી. અયાનની સાચી પ્રતિભા ભાવનાત્મક વાર્તાઓ, રોમૅન્સ અને ડ્રામામાં છે. આ પ્રકારની ફિલ્મોમાં તેની સર્જનાત્મકતાને સંપૂર્ણ રીતે દેખાડી શકે છે. ‘વૉર 2’ના નિર્માણ દરમ્યાન અયાન મુખરજીને સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લેમાં વધુ હસ્તક્ષેપની પરવાનગી નહોતી આપવામાં આવી. હવે અયાન સંપૂર્ણ રીતે ‘બ્રહ્માસ્ત્ર ‘ટ્રિલૉજી’ના બીજા ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.’