31 July, 2026 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાણગંગા તળાવ ખાતે ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ કરી રહેલાં આયુષમાન ખુરાના અને શર્વરી.
આયુષમાન ખુરાના અને શર્વરી હાલમાં રાજશ્રી પ્રોડક્શન્સની ‘યે પ્રેમ મોલ લિયા’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ અલગ-અલગ જગ્યાએ થઈ રહ્યું છે ત્યારે આયુષમાન અને શર્વરી મલબાર હિલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર બાણગંગા તળાવ ખાતે શૂટિંગ કરતાં ક્લિક થઈ ગયાં હતાં. આ ફિલ્મની વાર્તા સૂરજ બડજાત્યાની અગાઉની ભવ્ય ફિલ્મોથી અલગ છે. આ ફિલ્મની સંપૂર્ણ વાર્તા મુંબઈ શહેર અને ત્યાંના મધ્યમવર્ગીય પરિવારોના રોજિંદા જીવન પર આધારિત છે. આ જ કારણસર એનું શૂટિંગ બાણગંગા તળાવ, કાંદિવલી જેવી લોકલ જગ્યાએ કરવામાં આવ્યું છે અને એને ૨૭ નવેમ્બરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.